ક્યાંક લીસ્સી દરીયાળ માટીમાં
ચિતરેલા લીસોટાંઓમાં
મારી આંગળીઓએ ખોઈ નાખેલાં
વિસ્મયની શોધમાં છું;
પેલાં શતરંજના પ્યાદા જેવાં લાગતા
એકસામટા, એકસરખાં, એકધારા, ગાડરીયા પ્રવાહમાં
બૂઠ્ઠા થઈ ગયેલા સત્યની અમથી ધાર કાઢવા!
ક્યાંક લીસ્સી દરીયાળ માટીમાં
ચિતરેલા લીસોટાંઓમાં
મારી આંગળીઓએ ખોઈ નાખેલાં
વિસ્મયની શોધમાં છું;
પેલાં શતરંજના પ્યાદા જેવાં લાગતા
એકસામટા, એકસરખાં, એકધારા, ગાડરીયા પ્રવાહમાં
બૂઠ્ઠા થઈ ગયેલા સત્યની અમથી ધાર કાઢવા!
Photo Credit: Cyril Rolando